વડોદરામાં સોમવારે બીએપીએસના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજનો ૯૨મો જન્મોત્સવ ઉજવાયો હતો. આ દરમિયાન અમરેલીમાં એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રાજીવભાઈ મારુનો પુત્ર વેદ જે ધોરણ-૪ માં અભ્યાસ કરે છે તેને સંસ્કૃતના ૩૧૫ શ્લોક મોઢે હતા તે રજૂ કર્યા હતા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ૧૫,૬૦૦ માંથી માત્ર ૬૬ બાળકોને શ્લોક મોઢે હતા. મહંત સ્વામીએ ૮૭ વર્ષની ઉંમરે ગુજરાતી સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો હતો, જેમાં
સંસ્કૃતના ૩૧૫ શ્લોક છે. તેમણે સંકલ્પ કર્યો કે, એક વર્ષમાં ૧૦,૦૦૦ બાળકો આ શ્લોકનું પઠન કરે અને મુખપાઠ કરે. જે અંતર્ગત વેદ મારુએ ૩૧૫ શ્લોક મોઢે પાકા કર્યા હતા. તેણે વડોદરામાં સ્વામીશ્રીના જન્મ દિને એકત્રિત અઢી લાખ માણસો, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની હાજરીમાં આ શ્લોક મોઢે રજુ કર્યા હતા.








































