અમરેલી લોકસાહિત્ય સેતુની નિયમિત બેઠક સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ જાષીના અધ્યક્ષસ્થાને બાલભવન ખાતે યોજાઇ હતી. નાનજીભાઇ હિરપરા, ડો. પ્રતાપભાઇ કાબરીયા, દેવજીભાઇ શેખા, વિપુલભાઇ ભટ્ટી સહિત તમામ રેડિયો કલાકારો, બાલ કલાકારો રીયા વાઘેલા, સમર કથિરીયાએ લોકસાહિત્ય પીરસ્યું હતું. આ તકે હેમેન્દ્રભાઇ મહેતા, જવાહરભાઇ મહેતા, મોટાભાઇ સંવટ, નિલેષભાઇ પાઠક સહિતનાઓએ ખુશી વ્યક્ત કરી હતી.