અમરેલી તાલુકાના બાબાપુર ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે લોકડાયરો યોજાયો હતો. જેમાં વિજયદાન ગઢવી, નાથુદાન ગઢવી, અનિતાબેન પ્રજાપતિ, લાભુબેન ઝાપડીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.