બાબાપુરમાં શ્રી સર્વોદય આશ્રમ ખાતે મંદાકિનીબેન પુરોહિતના માર્ગદર્શનમાં શ્રી પોસ્ટ બેઝિક હાઈસ્કૂલ અને શ્રી મહિલા અધ્યાપન મંદિરના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ‘વંદન તને, ભારત રત્ન ભીમરાવ’ કાર્યક્રમ યોજાયો હતો. હિમાંશુભાઈ જોષીએ કાર્યક્રમના મુખ્ય વક્તા મોહનભાઈ વાળાનું સ્વાગત કરીને, પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતા. શ્રી પોસ્ટ બેઝિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શ્રી મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થિનીઓએ પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યા હતા. હરગોવિંદભાઈ પંડ્‌યાએ બાબાસાહેબની વિચારધારાને આનુષંગિક વિચારો અભિવ્યક્ત કર્યા હતા. લલિતભાઈ મકવાણાના આભારદર્શન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.