અમરેલીના બક્ષીપુર ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. છેલ્લા સાત વર્ષથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા એક વ્યક્તિએ બીમારીના અસહ્ય દુઃખથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શાંતિભાઈ શામજીભાઈ જાદવ (ઉં.વ.૬૦) એ જાહેર કર્યા મુજબ, પ્રકાશભાઇ શામજીભાઇ જાદવ (ઉ.વ.૪૮)ને છેલ્લા સાતેક વર્ષથી શારીરિક બીમારીઓથી ઘેરાયેલા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેમને કરોડરજ્જુનું કેન્સર જેવી ગંભીર બીમારી હતી. લાંબા સમયની સારવાર અને સતત વધતી જતી પીડાને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્‌યા હતા. કેન્સરની બીમારીના કારણે થતી અસહ્ય વેદના અને લાંબી માંદગીથી કંટાળીને, તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.