અમરેલી શહેરમાં છેલ્લાં ઘણા સમયથી અણઉકેલ પ્રશ્ન અંગે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જેથી શહેરની જનતાના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અમરેલીનું એસ.ટી બસસ્ટેશન શરુ કરવું, મકાનવેરો અને વ્યવસાયવેરો ઘટાડવો, લાઠી રોડ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવો, અમરેલી શહેરમાં સિટી બસ શરુ કરાવવી, અમરેલી શહેરમાં જીવન જરુરી પાણી નગરપાલિકા દ્વારા દરરોજ વિતરણ કરાવવું, જાહેર રસ્તામાં રખડતા કૂતરાઓ-પશુઓના મુંઝવતા પ્રશ્નનો નિકાલ લાવવો, શહેરમાં નિયિમત સફાઈ, ડોર ટુ ડોર કચરો ભરવો અને ભૂગર્ભ ગટરને લગતા પ્રશ્નોનો નિકાલ, ઠેબીડેમ અધુરો નહી પણ ક્ષમતા પ્રમાણે પૂરો ભરવો, લેડીઝ માટે શૌચાલય બનાવવા અને સફાઈ માટેની વ્યવસ્થા કરાવવી, અમરેલી ગામતળમાં આવેલ જગ્યાઓ જે ઈમ્પેકટ ફી ભરેલ હોવા છતા પી.આર.કાર્ડ કાઢી નથી આપતા સહિતના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.