રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા અમરેલી જિલ્લાનાં તમામ પેન્શનરોને નાણાકિય વર્ષ ર૦ર૧-રર માટે કેન્દ્ર દ્વારા આવકવેરાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. ત્યારે પેન્શનરો જા જૂના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા હોય અને આવક નિયત મર્યાદાથી વધતી હોય તો સ્વ આકારણી કરી રોકાણ સહિતની વિગતો અથવા રોકાણ અંગે બાહેંધરીની સ્વપ્રમાણિત નકલ તિજારી કચેરીને આગામી તા.૩૧ ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. અન્યથા પેન્શનર નવો વિકલ્પ Âસ્વકારવા માંગે છે તેમ માની નિયમ અનુસાર આવકવેરાની કપાત કરવામાં આવશે. તેમ જિલ્લા તિજારી અધિકારીની યાદીમાં જણાવાયું છે.