અમરેલીના જાણીતા સ્ટુડિયો સાધના ફોટો ઇમેજને ૨૦ વર્ષ પૂર્ણ થતા રંગારંગ સંગીત કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, મુકેશભાઈ સંઘાણી, શરદભાઈ ધાનાણી, સુરેશભાઈ શેખવા, ભગીરથભાઈ ત્રિવેદી, વનરાજભાઈ કોઠીવાળ, કાળુભાઈ કાછડીયા અને હિરેનભાઈ વિરડીયાની વિશેષ ઉપસ્થિત રહી હતી તેમજ સામાજિક આગેવાન વસંતભાઈ મોવલીયા, રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, ભુપતભાઈ ભુવા, દિનેશભાઈ ભુવા, વિજયભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.