અમરેલીના નાના માચીયાળા ગામે રાજયના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુએ મુલાકાત લીધી હતી. જેમાં કોઠીવાળ પરિવારના મહેમાન બની આર.સી.ફળદુએ ગ્રામ્ય વિસ્તારોની જીણવટભરી માહિતી મેળવી હતી. આર.સી.ફળદુએ રાંઢીયા, પીપળલગ, ચિતલ, માચીયાળા વગેરે ગામોની મુલાકાત લીધી હતી. જેમાં નાના માચીયાળા ગામે અમરેલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળના મહેમાન બન્યા હતા. તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા પણ જાડાયા હતા.