અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામ ખાતે વાહકજન્ય રોગ જેવાં કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવાં રોગોનો ફેલાવો ન થાય તે માટે ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત જિલ્લા મેલેરિયા અધિકારી ડો. સિંગ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સિન્હા તથા પ્રા. આ. કેન્દ્ર શેડુભારના મેડિકલ ઓફિસર ડો. જે.ટી. બોરીચાની સૂચના અનુસાર ગામના ૭ જેટલાં ઘરોની પાણીની ખુલ્લી ટાંકીઓમાં તથા ગામના અવેડામાં ગપ્પી માછલીઓ મૂકવામાં આવી હતી તેમજ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વાહકજન્ય રોગ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કામગીરીને સફળ બનાવવા સુપરવાઈઝર કિરીટભાઈ વનરા, હર્ષલભાઈ હડિયા તથા કેયુરભાઈનો સહયોગ મળેલ હતો.