રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અનુસંધાને જિલ્લા મેલેરીયા અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તેમજ મેડિકલ ઓફિસરની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા આંકડિયાના સબ સેન્ટર નાના ભંડારીયા ગામમાં આરોગ્ય કર્મચારી પી.એચ દાફડા અને આશાબેન દ્વારા ઘરે ઘરે જઈને સરપંચ નરેશભાઈ ત્રાપસીયા તેમજ ગામલોકોના સહયોગથી ૧૮ જેટલા ખુલ્લા ટાંકાઓમાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી અને પોરાનાશક એબેટ કામગીરી કરીને લોકોને મચ્છરજન્ય રોગો વિશે જાણકારી આપવામાં આવી હતી. કરી આ તકે કર્મચારીઓએ લોકોને રોગચાળાથી બચવા સ્વચ્છતા રાખવા, નકામો ભંગાર, ટાયર, પાણી ભરાય તેવા ડબ્બા વગેરેનો નિકાલ કરવાની અપીલ કરી હતી.