અમરેલીના દેવળીયા ગામે વાડીએથી ૮૬૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. બનાવ અંગે મગનભાઈ કરમણભાઈ બગડા (ઉ.વ.૫૫)એ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની તથા સાહેદની વાડીએ કેબલ વાયર મળી કુલ ૮૬૦ ફૂટ કેબલની ચોરી થઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.ડી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.