અમરેલીના દુષ્કર્મના કેસમાં કોર્ટે ગુનેગારોમાં પદાર્થપાઠ આપતી સજા ફટકારી છે. સગીરા પર દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીને કોર્ટે જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. આરોપીઓ ઇમરાન ઇમુ સહિત પાંચને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીવટ કરીને જણાવ્યું છે કે અમરેલીની પુત્રીને ન્યાય મળ્યો છે. હવે સગીરા સાથે દુર્વ્યવહાર કરતા ગુનેગારો સો વખત વિચાર કરશે. અમરેલી કોર્ટે ૨૦૧૯ના બળાત્કાર કેસમાં પાંચ દોષિતોને આજીવન કેદની સજા પણ ફટકારી હતી. સ્પેશિયલ જજ (પોક્સો) ડીએસ શ્રીવાસ્તવે પીડિતાને વળતર તરીકે રૂ. ૪ લાખ આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ઈમરાન સૈયદ, યાહિયા લુલાનિયા, જાવેદ પઠાણ, અસગર મજીઠિયા અને અરબાઝ ભાટીને દોષિત ઠેરવ્યા છે. આ સાથે આરોપીઓને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોકસો) એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ આરોપીઓ સજા ભોગવી રહ્યા છે.