અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે વનવિભાગ સિંહોની સુરક્ષા માટે એલર્ટ મોડમાં આવ્યું છે. આ કોસ્ટલ વિસ્તારો સિંહોનું નિવાસસ્થાન હોવાથી તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે. વનવિભાગના CF રામ રતનનાલાની સૂચના મુજબ, ACF વિરલસિંહ ચાવડાના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા સિંહોના લોકેશન મેળવીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્કેનિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.






































