સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર)ની નિઃશુલ્ક આરોગ્યસેવાથી પ્રભાવિત ઢસાની આર.જે.એચ. હાઈસ્કૂલનાં નિવૃત શિક્ષક, હોસ્પિટલનાં ટ્રસ્ટી ડો. નટુભાઈ રાજપરા અને બી.એલ.રાજપરાનાં આદર્શ એવા અમરેલીસ્થિત સી.વી. વ્યાસ દંપતીએ ટીંબી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે દર્દીનારાયણની સેવાર્થે સહભાગી થવાનાં હેતુથી રૂ. ૧,૨૫,૦૦૦/-ના અનુદાનનો ચેક અર્પણ કર્યો હતો.









































