અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા રેતી ચોરીના એકલ દોકલ કેસ કરીને કાર્યવાહી કર્યાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે. ટીંબલા ગામેથી પોલીસે રેતી ચોરીને લઈ જતું ડમ્પર ઝડપી પાડ્‌યું હતું. સરભંડા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતાં રમેશભાઈ ગોબરભાઈ દાફડા (ઉ.વ.૩૧) ડમ્પરમાં ટીંબલા ગામની સાથળી નદીમાંથી ખનીજ-રેતી પાસ પરમીટ વગર ચોરીને લઈ જતાં ઝડપાયા હતા. પોલીસે રેતી, ડમ્પર સહિત કુલ ૫,૦૦,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.