અમરેલીમાં જેસીંગપરા કામનાથ પાસે નદી પર બનેલો બેઠો પુલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે જેથી આ પુલને ખોલવા માટે પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે અમરેલીમાં વડી-ઠેબી નદી પર આવેલ કામનાથ પુલને જર્જરિત જાહેર કરવામાં આવ્યો છે અને તાત્કાલિક તંત્ર દ્વારા આ પૂલને બંધ કરી નાખવામાં આવતા ચક્કરગઢ રોડ પર આવેલ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ આ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ બ્રિજ પર બાઈક અને સાયકલ ચાલી શકે તે રીતે ખોલવામાં આવે તો આ વિસ્તારના લોકોને ખૂબ જ સરળતા થાય તેમ છે. તેવી રાજેશ માંગરોળીયા દ્વારા અંતમાં રજૂઆત કરવામાં આવી હતી.







































