અમરેલી ખાતે તા.ર૭ને શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ઉપરાંત ગરીબ કલ્યાણ મેળાને અનુલક્ષીને જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, નિવાસી અધિક કલેકટર ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી સહિતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળાની કામગીરી માટે દેખરેખ અને સંકલન સહિતની જવાબદારી અને ફરજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બજાવશે. આ ગરીબ કલ્યાણમાં વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયરૂપે કીટનું વિતરણ કરવામાં આવશે.