અમરેલી શહેરના વેસ્ટર્ન પાર્ક, દ્વારકેશ નગર, વોર્ડ નં. ૨, ચિત્તલ રોડ પર આવેલા કોમન પ્લોટની બિસ્માર હાલત અંગે સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ કોમન પ્લોટ ખુલ્લો પડ્યો છે અને આસપાસના લોકો દ્વારા તેમાં કચરો નાખી ગંદકી કરવામાં આવે છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. રહીશોની મુખ્ય માંગણીઓ બ્લોક નાખવા, વૃક્ષારોપણ કરવું, બાળકો માટે રમતના સાધનો મૂકવા અને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની છે. ૨૦૨૧ થી આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, નગરપાલિકા દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોએ અમરેલી સિટી એપ પર પણ રજૂઆતો કરી હતી, છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આ અંગે રાકેશ ચાવડાએ ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયાને રજૂઆત કરી છે.










































