અમરેલી જિલ્લામાં દેશી દારૂની ૧૦ હાટડી પર પોલીસે કાર્યવાહી કરી હતી. અમરેલીના ચિતલ, મોણપુર રોડ પર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી સાત મહિલા ઝડપાઈ હતી. આરોપીઓએ પોતાના રહેણાંક ઝુંપડા પાસે કે અન્ય સ્થળે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચલાવતા હતા. વિવિધ સ્થળેથી દેશી દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી ૩૧ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.









































