અમરેલીના ચાપાથળ ગામે અજાણ્યા ઈસમ સામે ચર્મ ઉદ્યોગનો સામાન સળગાવી દીધાની ફરિયાદ નોંધાઈ હતી. ગોવિંદભાઈ મંગાભાઈ બગડા (ઉ.વ.૪૩)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાપાથળ ગામે તેમને ચર્મ ઉદ્યોગ માટે જમીન ફાળવવામાં આવી હતી. જેમાં રાખેલા ૭૦ મણ હાડકા તથા ત્રણ મણ શિંગડા અજાણ્યા ઈસમે સળગાવીને રૂપિયા ૪૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.