અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ- ચાડીયા દ્વારા અમરેલીના ચાડીયા મુકામે યોજાયેલા માતૃ વંદના ભૂમિપૂજન કાર્યક્રમમાં આઇસીડીએસ દ્વારા પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ વાનગીઓને નિહાળી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ અમરેલી ઘટક- ૨ દ્વારા પ્રીમિક્સ, મિલેટ્‌સ અને કઠોળ સહિતની વિવિધ વાનગીઓનો નિદર્શન સ્ટોલ રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાનગીઓનું નિદર્શન નિહાળી આઇ.સી.ડી.એસ. દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યા, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં મહિલા વિકાસને લગતી શ્રેષ્ઠ કામગીરી કરતી એક સ્વૈચ્છિક સંસ્થાને અને એક શ્રેષ્ઠ સામાજિક કાર્યકરને વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર માટે જે-તે જિલ્લા ખાતેના મહિલા અને બાળ અધિકારી મારફતે નિયત નમૂનામાં શરતોને આધિન અરજીઓ મંગાવવામાં આવી છે.