અમરેલી જિલ્લામાં ગત તારીખ ૧૬ જૂન, ૨૦૨૫ના રોજ નોંધાયેલા ભારે વરસાદના કારણે અમરેલી તાલુકાના ચાંદગઢ અને લાપાળીયા ગામોમાં વ્યાપક નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખારી અને સફરા નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પરિણામે નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. આ પૂરના કારણે અનેક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા ઉપરાંત જમીનનું પણ ધોવાણ થયું હોવાના અહેવાલો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.