અમરેલી તાલુકાનો ચાંદગઢ-જીરા રોડ આઝાદીના આટલા વર્ષે પણ બિસ્માર હાલતમાં જાવા મળી રહ્યો છે ત્યારે આ રોડનું કામ મંજૂર કરી જાબ નંબર ફાળવવા માંગ કરવામાં આવી છે. ચાંદગઢ-જીરા ગ્રામ્ય માર્ગ અંદાજિત ૪ કિ.મી.નો છે. આ કાચો રસ્તો ચોમાસા દરમિયાન બંધ થઇ જતો હોય છે અને લોકોને ર૦ કિ.મી. જેટલું લાંબુ અંતર ફરીને જવું પડે છે. આ રસ્તો નવો બનાવવામાં આવે તો પાંચથી સાત જેટલા ગામના લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તેમ છે. તેવી જ રીતે ચાંદગઢ-ચરખા માર્ગ ૩ કિ.મી.નો છે. આ બંને રસ્તાઓ માર્ગ મકાન વિભાગ અથવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં નોન પ્લાન મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ છે.