અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ ડીઆઈજી બનેલા મકરંદ ચૌહાણ અને તેમના પત્ની નિધીબેન ચૌહાણે ગાવડકા ખાતે આવેલી પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત વેળાએ ચૌહાણ દંપતીએ શાળાની પ્રવૃતિઓ નિહાળી હતી અને સ્વચ્છતા બાબતે શાળાની કામગીરીના વખાણ કર્યા હતા. નિધીબેન ચૌહાણ અનેક સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે જેમાં જરૂરીયાતમંદ બાળકોને મફત શિક્ષણ, કપડા સહાય તેમજ સ્વાસ્થ્ય જાગૃતિ જેવી સમાજ સેવા કરી રહ્યાં છે. ચૌહાણ દંપતી દ્વારા શાળાના બાળકોને નોટબુક આપવામાં આવી હતી