રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોની સુવિધા વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ થાય તે માટે ધારાસભ્ય રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રહે છે. ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા અમરેલીના ગાવડકા ગામે ગ્રાન્ટ ફાળવી છે. જેમાં કથા માટે ઉપયોગી એવા ગોપી સત્સંગ હોલનું ધારાસભ્યએ લોકોર્પણ કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં રૂ.૧.૧૦ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રીજ અને ૧પ લાખના ખર્ચે તૈયાર થનાર ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દ્વારા બાબાપુર ગામે વિકાસલક્ષી કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.