ગાવડકા પ્રાથમિક શાળાના શિક્ષિકા નૂતનબેન માલવિયાએ ચેન્નાઈમાં આયોજિત ૨૩મી એશિયાઈ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૫માં ઊંચી કૂદ (હાઈ જમ્પ) સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. ૨૬ દેશોના ૩૬૦૦ ખેલાડીઓએ ભાગ લીધેલી આ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને નૂતનબેને સિદ્ધિ હાંસલ કરી છે.