અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક, ઉ.માધ્યમિક સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલ તેમજ કોલેજના સંયુક્ત ઉપક્રમે ૧૫ ઓગષ્ટે ૭૯મા સ્વતંત્ર પર્વની ધ્વજવંદન સાથે વૃક્ષારોપણ કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન લક્ષ્મી ડાયમંડ-ગજેરા ગૃપ, બેલ્જિયમના ગીરધરભાઈ ગજેરાના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે અતિથિ વિશેષ પદે વસંતભાઈ મોવલીયા, દિનેશભાઈ ભુવા, ડા. કાનાબાર, રમેશભાઈ કાથરોટીયા, વિજયભાઈ દેસાઈ, સુરેશભાઈ દેસાઈ, જીતુભાઈ ગોળવાળા, ઘનશ્યામભાઈ સોરઠીયા, રાકેશભાઈ નાકરાણી, રૂજુલભાઈ ગોંડલીયા, એમ.કે. સાવલિયા, રાજેશભાઈ ગઢિયા, કાળુભાઈ સુવાગીયા, હિતેશભાઈ મહેતા, પ્રો.પટેલ, મુકેશભાઈ કોરાટ, ગોપાલભાઈ કચ્છી, બાબુભાઈ ધાનાણી, નિમેશભાઈ બાંભરોલીયા, પ્રવીણભાઈ ગજેરા, બાબુભાઈ ગજેરા, રિધેશભાઈ નાકરાણી, રાજુભાઈ ફીણવિયા, કાળુભાઈ રૈયાણી, ભીખુભાઈ કાબરીયા, ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા, ટ્રસ્ટી ડાયાભાઇ ગજેરા, ખોડાભાઈ સાવલિયા, ચતુરભાઈ ખૂંટ, સમાજના અગ્રણીઓ, સેવાકીય સંસ્થાના પ્રમુખો, ખોડલધામ સમિતિના સભ્યો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ દ્ગઝ્રઝ્ર કેડેટ્‌સ દ્વારા પરેડ કરવામાં આવેલ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરેલ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.