અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, તમામ સ્ટાફગણ, શહેરમાંથી આવેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, આમંત્રિત મહેમાનો, મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ભાગ લીધો હતો. સંસ્થામાં સૌપ્રથમ પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યોગા ટ્રેનર પ્રિયંકાબેન અને નિધિબેન દ્વારા યોગા અભ્યાસ કરાવવામાં આવેલા. પ્રજાપિતા બ્રહ્માકુમારી સેન્ટરમાંથી મિતાલીદીદીએ વિદ્યાર્થીઓને યોગ સાથે ધ્યાન કરવાથી અભ્યાસમાં અને પોતાના જીવનમાં સ્થિરતા સાથે આગળ વધવા સૌને મદદરૂપ થવા સંબોબોધન કર્યું હતું. કેમ્પસ ડાયરેક્ટર પેથાણી અને પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા તમામને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.