તારીખ ૪ થી ૬ ઓક્ટોબરના રોજ ૩૫મી વેસ્ટ ઝોન જુનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ નાગપુર-મહારાષ્ટ્ર મુકામે યોજાઇ હતી, જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના રમતવીરો દ્વારા પાર્ટિસિપેશન કરવામાં આવેલ. તેમાં અંડર-૧૬ માં નકુમ માર્ગીએ ૬૦૦ મીટર એથલેટીક્સમાં ગોલ્ડ મેડલ સાથે વિજય મેળવેલ, અંડર-૧૮ વાઘેલા દર્શને ૪૦૦ મીટર એથલેટીક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ ભૂરીયા આકાશે ૬૦૦ મીટર અને મકવાણા જાગૃતિએ ૧ કિલોમીટર એથલેટીક્સમાં પાર્ટિસિપેશન કરેલ હતું. સ્પર્ધામાંથી આ વિજેતા શાળા કેમ્પસમાં પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.