ગજેરાપરા સાવરકુંડલા રોડ પડસાલા ગેસ એજન્સી પાસે પટેલ વિસ્તારમાં પશુ કાપવા અને તેનો સ્ટોક કરવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં સ્મશાન રોડ પર પશુને કાપવા અને તેનો સ્ટોક કરવામાં આવે છે. જેના કારણે આખો દિવસ ખરાબ દુર્ગંધ આવે છે. જેના કારણે અહીં રહેતા રહીશોના સ્વાસ્થ્યને નુકસાન થવાનો ડર છે. આ સમસ્યા અંગે રહીશોએ નગરપાલિકામાં ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગંદકી દૂર કરવા અને દુર્ગંધ ઘટાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ મામલે હવે રહીશોએ કલેક્ટરને પત્ર લખીને તાત્કાલીક નિરાકરણ લાવવાની માંગ કરી છે.