અમરેલી જિલ્લાના બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતો માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ મશરુમ ઉત્પાદન, મધમાખી પાલન, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો અને વિવિધ ફળ, શાકભાજી અને ઔષધીય પાકોની ખેતી માટે સહાય ઉપલબ્ધ છે. ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરી શકશે. લો કોસ્ટ મશરુમ ઉત્પાદન અને મલ્ચિંગ માટે ૧૫ જૂન સુધી અરજી કરી શકાશે. જ્યારે, મિશન મધમાખી, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સાધનો સહિતના ઘટકો માટે ૧૯ જૂન, ૨૦૨૫ સુધી અરજીનો સમયગાળો છે. અન્ય ઘણી યોજનાઓ માટે ૩૧ મે, ૨૦૨૫ સુધી અરજી કરી શકાશે. વધુ માહિતી માટે અમરેલી જિલ્લા બાગાયત કચેરીનો (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરી શકો છો.