અમરેલીના લાઠી રોડ પર આવેલા કે કે પાર્ક તથા રોયલ પાર્ક વિસ્તાર પાસે વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા સમયથી પાણીનો નિકાલ ન થતાં વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. પાણી ભરાવાના કારણે રાહદારીઓ, વાહનચાલકો તેમજ આસપાસના રહેવાસીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકો અને નાના બાળકો માટે રસ્તા પર ચાલવું જોખમી બન્યું છે અને અકસ્માત થવાની પણ આશંકા વધી છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.










































