અમરેલી જિલ્લાના કલેકટર અજય દહિયાની પંચમહાલ જિલ્લામાં બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી હતી. આઈએએસ ૨૦૧૪ બેચના ગુજરાત કેડરના અધિકારી અજય દહિયાએ વર્ષ ૨૦૨૩થી અમરેલી કલેકટર તરીકે સેવા આપી હતી. અમરેલી મહેસૂલ કર્મચારી મંડળે ઓક્સફર્ડ સ્કૂલમાં વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ એચ.એમ. વાળાએ જણાવ્યું કે તેમની ટીમે આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં અજય દહિયાએ તેમના કાર્યકાળ દરમિયાનના કર્મચારીઓ અને અરજદારો સાથેના અનુભવ વાગોળ્યા હતા.