??????

રાજ્યના ઊર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે અમરેલી તાલુકાના કમીગઢ મુકામે રોડ, ભૂગર્ભ ગટર અને સ્નાનઘાટ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજયમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કમીગઢના બે પરા વચ્ચેના પુલ પર ગત ચોમાસામાં ભરાયેલા પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ત્રણ કરોડના ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી છે. રાજયમંત્રીએ ખેડૂતોના હિત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગત વર્ષે અમરેલી વિધાનસભા વિસ્તારના ૫૦,૦૦૦ ખેડૂતોને રૂ. ૯૬ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.