અમરેલીના ઓમનગર-૩માં રહેતા લોકોએ સફાઈ અને પાણી બાબતે નગરપાલિકામાં જઈ ઉગ્ર રજૂઆત કરી આવેદન પાઠવ્યું હતું. અમરેલીના ઓમનગર-૩માં રહેતા લોકોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા બે મહિનામાં બે વખત જ પાણી વિતરણ કરવામાં આવ્યું છે, દિવાળી જેવા તહેવારો નજીક હોય ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. પ્રાથમિક સુવિધા આપવામાં નગરપાલિકા તદ્દન નિષ્ફળ નિવડી છે. રહેવાસીઓ નિયમિત પાણીવેરો અને સફાઈવેરો ભરતા હોવા છતાં આ વિસ્તારના લોકોને નિયમિત પાણી વિતરણ કરવામાં આવતું નથી તેમજ યોગ્ય રીતે આ વિસ્તારમાં સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી જેથી લોકોની રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.