ગુજરાત યોગાસાન સ્પોટ્ર્સ એસોસિએશન-GYSA દ્વારા તાજેતરમાં અમરેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની જુનિયર તથા સબ જુનિયર એમ બંને કેટેગરીમાં વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાના શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ૨-ગોલ્ડ, ૨-સિલ્વર અને ૨-બ્રોન્ઝ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેમાં પટેલ હેનિલ અને પાનેરી કાવ્યએ ગોલ્ડ મેળવેલ, વિરડીયા કુંજ અને પંચાલ વિહાનએ સિલ્વર મેડલ મેળવેલ, તથા કાછડિયા શુભ અને પડસાલા દર્શનએ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી મસુખભાઇ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.