અમરેલી યુવા કોંગ્રેસની ટીમ દ્વારા નવા બસ સ્ટોપની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓની મળેલી રજૂઆત બાદ એસટી ડેપોમાં પોલીસ ચોકી બનાવવા માંગ કરી હતી. અમરેલી જિલ્લાના ગામોના પ્રવાસીઓ અહીં આવ-જા કરતાં હોય તેમજ અભ્યાસ અર્થે ખૂબ જ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ આવતા હોય જેની સલામતી માટે પોલીસ ચોકી ઉભી કરવા માંગ કરી હતી. પોલીસ ચોકી શરૂ કરવાથી વિદ્યાર્થિનીઓની સલામતી પણ જળવાઈ રહેશે.