કાનૂની સલાહકાર અને વિશ્વમાનવ અધિકાર, ભારત સાથે જાડાયેલા અમરેલીના જાણીતા એડવોકેટ જીતેન્દ્રકુમાર રાઠોડને તેમના સેવાકાર્યો બદલ અનુ. જાતિ મોરચાના પ્રદેશ આમંત્રિત સભ્ય રમેશભાઇ પરમાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, એડવોકેટ જીતેન્દ્રકુમારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થકી અમરેલી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે કોરોના મહામારી સામે ઝઝૂમતા દર્દીઓની ખડેપગે સેવા કરી છે. કોરોનામાં અનેક દર્દીઓને રાશનકીટ આપી, સરકારની તમામ યોજનાઓની પ્રક્રિયા કરી આપવી, જેવા સેવાકાર્યો બદલ તેમને શુભેચ્છા પાઠવું છું.