અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ બનતી અટકે તે માટે સતત અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવે છે, તેમ છતાં લોકો સાયબર ઠગનો ભોગ બને છે. અમરેલી શહેરમાં ઈન્શ્યોરન્સ એજન્ટ સાથે વીડિયો કેવાયસી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે રણુજાપાર્ક સોસાયટી, બ્લોક એ-૦૧માં રહેતા અને ઈન્શ્યોરન્સ એજન્ટ તરીકે ધંધો કરતા રવિરજાભાઈ નલીનભાઈ સંપટ (ઉ.વ.૪૨)એ મોબાઇલ નંબર ૮૧૦૦૬૬૧૦૧૩ અને ૬૩૮૦૭૯૫૨૭૧ ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમને પંજાબ નેશનલ બેંકના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી બેંકના ક્રેડિટ કાર્ડનું વીડિયો કેવાયસી કરાવવાનું કહી વોટ્સએપમાં લિંક મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. જે બાદ ક્રેડિટ કાર્ડની વિગત મેળવી તેમના આરબીએલ તથા કેનરા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી વિવિધ રકમના ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ.૧,૭૦,૦૬.૧૨ની છેતરપિંડી કરી હતી. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.