લીલીયા પોલીસ ટીમે આંબા અને અમરેલીના નાના ગોખરવાળા ગામમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ચોરીનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ ચોરીમાં કુલ રૂ.૮,૭૧,૦૦૦ની મત્તાની ચોરી થઈ હતી, જેમાંથી રૂ.૧,૦૫,૮૧૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ચોરીની ફરિયાદ ખોડાભાઈ રવજીભાઈ સાવજે લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ તેમના બંધ રહેણાંક મકાનમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૮,૭૧,૦૦૦ની ચોરી થઈ હતી. બાદમાં તપાસમાં કુલ રૂ.૫,૯૭,૫૦૦નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જણાયું હતું.