અમરેલીમાં આગામી તા.૧ મેથી ૭ મે સુધી તથાસ્તુ વિદ્યાપીઠનું પૂજન તેમજ શ્રીમદ્‌ ભાગવત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. વ્યાસપીઠ પરથી વિદ્યાપીઠનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો જે હવે ટૂંક સમયમાં સાકાર થવાનો છે ત્યારે આ મહોત્સવને સફળ બનાવવા ‘રાધે રાધે’ પરિવાર દ્વારા આવતીકાલ તા.ર૪ના રોજ સાંજે પઃ૦૦ કલાકે તુલસી પાર્ટી પ્લોટ અમરેલી બાયપાસ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.