અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયાની ઉપસ્થિતિમાં લીલીયા મોટાનાં અમૃત સરોવર બાગમાં આજે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આપવામાં આવેલ ૫૦ ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર જયરામભાઈ દેસાઈ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય, જલધારા સમિતિના પ્રમુખ બટુકભાઈ ધામત, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ સાવજ, કાનજીભાઈ નાકરાણી, કેતન ઢાકેચા, ઘનશ્યામભાઈ મેઘાણી, કેપ્ટન ધામત તુષાર ધોરાજીયા, આનંદ ધાનાણી સહિતના તાલુકા ભાજપ પરિવારના કાર્યકરો અને હોદ્દેદારો તથા વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના સદસ્યો શાંતિભાઈ વાઘેલા, રવજીભાઈ વઘેડીયા, રૂપાભાઈ ભરવાડ અને વિજયભાઈ શેખલીયા દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.