અમરેલી તાલુકાનાં મોટા ગોખરવાળા ગામે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અમરેલીનાં મોટા ગોખરવાળા ગામે રહેતી શાંતિબેન છગનભાઈ સાગઠીયા(ઉ.વ.રપ) નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની જાણ થતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. યુવતીનાં પરિવારજનોએ આ અંગે તાત્કાલિક અમરેલી તાલુકા પોલીસને જાણ કરતાં યુવતીનાં મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવતીએ અચાનક જ શા માટે આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.