અમરેલી જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધરાવતા વશરામભાઈ દેસાઈ અને તેના પરિવારે કાંતાબેન વશરામભાઈ દેસાઈનું નિધન થતા વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુંર્ છે. કાંતાબેન વશરામભાઈ દેસાઈનું ગત તા.૦૯ ના રોજ નિધન થયુ હતું. જેથી દેસાઈ પરિવાર દ્વારા સદ્‌ગત આત્માની શાંતિ માટે ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં તા.૧૭ના રોજ રાત્રિનાં ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. આ ભજન સંધ્યામાં કૌશિકભાઈ દવે અને કમલેશભાઈ દવેએ પોતાના સુમધૂર કંઠમાં ભજન રજૂ કર્યા હતા. જયારે આજે રવિવારે રાત્રિનાં ૮ઃ૩૦ કલાકે ધોલેરા-ચિત્તલ ગુરૂકુળનાં શાસ્ત્રી પૂ.હરિચરણદાસ સ્વામી દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતીય સૈનાનાં ઓપરેશન સિંદૂર અંતર્ગત આવતીકાલે સોમવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે કાંતાબાની ડેલી (મોટાબા) જશવંતગઢ-ચિત્તલ મુકામે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ રાત્રિના ૮ઃ૩૦ કલાકે વકતા અશ્વિનભાઈ જાષી દ્વારા મા-બાપને ભૂલશો નહિ તથા કલ્યાણકારી કુંટુબ વ્યવસ્થાની કથા કરવામાં આવશે. આ સેવાકિય પ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા જશવંતગઢ-ચિત્તલ દેસાઈ પરિવારે આમંત્રણ પાઠવ્યુ છે.

આજે રાત્રીનાં ૮ઃ૩૦ કલાકે સત્સંગ સભાનું આયોજન…..
આવતીકાલે સવારે ૯ઃ૦૦ કલાકે રક્તદાન કેમ્પ યોજાશે…..
સોમવારે મા-બાપને ભૂલશો નહિ કાર્યક્રમ થકી શ્રધાંજલિ પાઠવાશે….