ઇનવીનસિબલ NGO પ્રોજેક્ટ રાખી ટુ આર્મડ ફોર્સમાં ભારતના વીર જવાનો માટે ૨૦૦૦ થી વધુ રાખડી અને લેટર અમરેલીથી બોર્ડર પર મોકલશે. આ પ્રોજેક્ટમાં અમરેલી શહેર અને જિલ્લાની ૨૨ સ્કૂલ, કોલેજની વિદ્યાર્થિનીઓ ભાગ લઈ રહી છે અને તેમના હાથથી સરહદ પર દેશની રક્ષા કરતા તેમના ભાઈ માટે પત્ર અને રાખી બનાવી રહી છે.