અમરેલીથી બાબરા સુધીનો સ્ટેટ હાઈ-વે પહોળો કરવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળે માંગ કરી છે. અમરેલી થી બાબરા સુધીનાં હાઈ-વે પર વારંવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહે છે અને કેટલાય પરિવારના માળા વિખાતા રહે છે. આ સ્ટેટ હાઈ-વે ખૂબ સાંકડો હોવાથી સામ-સામા વાહનો મળે ત્યારે અકસ્માતો સર્જાય છે. આજે પણ અમરેલી બાયપાસ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે આ સ્ટેટ
હાઈ-વે બન્ને બાજુથી પહોળો કરવા આ અગાઉ ઘણી વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તંત્ર દ્વારા આ માર્ગ નેશનલ હાઈ-વેને સોંપી દીધાનું જણાવાય છે. આમ રસ્તો પહોળો કરવાની બાબતમાં તંત્ર દ્વારા એક બીજાને ખો આપવામાં આવી રહી છે. આ હાઈ-વેને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પહોળો કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી વનરાજભાઈ કોઠીવાળ દ્વારા કરવામાં આવી છે.