અમરેલી-બાબરા નેશનલ હાઈવે પર આવેલ નાના માચીયાળા ગામ પાસે આવેલ પુલની સ્થિતિ નબળી હોય અહીંથી પસાર થતા તમામ પ્રકારના ભારે વાહનો માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અમરેલી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેર કરવામાં આવેલ વૈકલ્પિક રુટ મુજબ અમરેલીથી બાબરા તરફ જતા તમામ પ્રકારના ભારે વાહનોએ અમરેલી બાયપાસ પરથી લાઠી ચોકડી થઇને લાઠી-ચાવંડ રોડ થઈ બાબરા રોડ પરથી પસાર થવાનું રહેશે. બાબરાથી અમરેલી તરફ આવતા  તમામ પ્રકારના ભારે વાહનોએ બાબરા-ચાવંડ-લાઠી-અમરેલી રોડ પરથી પસાર થવું. આ જાહેરનામુ, તા.૩૧.૧૨.૨૦૨૫ સુધી અમલી રહેશે.