અમરેલીથી બાબરા રોડ પર નાના માચીયાળા નજીક ઠેબી નદી પરનો પુલ જર્જરીત હાલતમાં છે. અહીં ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ પુલ પરથી એસટી બસો પણ પસાર થઈ શકશે નહી. અહીંથી પસાર થતી એસટી બસો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. અમરેલીથી બાબરા રોડ પર આવેલા પુલની ખરાબ સ્થિતિના પગલે એસટી બસો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ પુલ પરથી એસટી બસોના પસાર થવા પર પ્રતિબંધ મુકતું અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. અમરેલીથી બાબરા અને બાબરાથી અમરેલી આવતી એસટી બસો હવે શેડુભાર ડેરી સાયન્સ રોડ પરથી પસાર થશે. અમરેલીથી બાબરા તરફ જતી એસટી બસોએ નાના માચીયાળા-મોટા માચીયાળા-શેડુભાર-ડેરી સાયન્સ કોલેજ રોડ પરથી પસાર થવાનું રહેશે. આ ઉપરાંત બાબરાથી અમરેલી તરફ જતી એસટી બસોએ ડેરી સાયન્સ કોલેજ-શેડુભાર-મોટા માચીયાળા-નાના માચીયાળા રોડ પરથી પસાર થવાનું રહેશે.