ગીર મધ્યે આવેલા પૌરાણિક અને સુપ્રસિધ્ધ કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરવા જતા ભક્તો માટે અમરેલીથી કનકાઈની એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવા સુમન સેવા ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.
આ અંગે ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, પરશોત્તમભાઈ એન. મકવાણા અને રતનબેન આર. બલદાણીયા દ્વારા અમરેલી એસ.ટી. ડેપો મેનેજરને રૂબરૂ મળીને એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ચલાલા અને ધારી વિસ્તારના દર્શનાર્થીઓને પણ આ સેવાનો લાભ મળી રહે તે માટે આ રૂટ ખૂબ જ જરૂરી છે. ભૂતકાળમાં ચાલતી આ બસ સેવા યાત્રિકોની સુવિધા માટે વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ છે